Monday 24 March 2014

Std 10 Result.........

ધોરણ 10 નું રીઝલ્ટ જોવા માટે ક્લિક કરો...


Saturday 22 March 2014

કોને સમજાવવા પ્રયત્ન ન કરવો.

કોને સમજાવવા પ્રયત્ન ન કરવો.

- જે પોતાને જ્ઞાની માનતો હોય તેને.

- મૂર્ખને .

- શંકાશીલને.

- ઉપકાર પર અપકાર કરવાની  વૃત્તિનું  સેવન કરનારને .

Friday 28 February 2014

જાણવા જેવું

જીવનમાં ચિંતનની જરૂર હોય છે પણ કેવું ચિંતન સ્વ ચિંતન કે પર ચિંતન ?

સ્વ ચિંતન ::

- સ્વ ચિંતન એટલે પોતાના વિશે વિચારવું
- જીવનમાં ખાસ સ્વ ચિંતન જરૂરી છે.
-

પર ચિંતન  ::

- પર  ચિંતન એટલે બીજાના  વિશે વિચારવું

કચરો આપી પૈસા મેળવો, વડોદરામાં શરૂ કરાયું ઇ-વેસ્ટ કલેક્શન

વડોદરા, 27 ફેબ્રુઆરીઃ 



વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇ વેસ્ટ કલેક્શનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ એમઓયુ વીએમસી અને ઇસીએસ એન્વાયર્નમેન્ટ પીવીટી લિ., કે જે અમદાવાદ સ્થિત કંપની છે, તેની સાથે કર્યું છે, એમઓયુ અંતર્ગત કંપની દ્વારા લોકો પાસેથી ઇ-વેસ્ટ એકઠો કરવામાં આવશે, તેમ વીએમસીની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેન્દ્ર પ્રભુદાસ પટેલે જણાવ્યું છે. આ કંપની દ્વારા લોકો પાસેથી જૂના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લેશે અને તેના બદલામાં રકમ આપશે. આ ગેજેટ્સમાં ટેલિવિઝન, વોશિંગ મશિન, મોબાઇલ ફોન્સ, મોનિટર્સ, ગેમિંગ કોન્સોલ્સ સહિતના અન્ય ઇ-વેસ્ટ હશે, જેને રિસાઇક્લિંગ કરવામાં આવશે. તેમજ કંપની દ્વારા જે કલેક્શન કરવામાં આવશે તેનું 12 ટકા સિવિક બોડીને આપશે, તેમ જણાવ્યું છે. વેસ્ટ નિકાલને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા સર્ટિફાઇડ કરવામાં આવશે, તથા વીએમસી દ્વારા વેસ્ટ નિકાલને મોનિટરિંગ કરવામાં આવશે, તેમ સિવિક બોડીના આઇટી ડિરેક્ટર મનિશ કુમાર ભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. ઇ-વેસ્ટ માટે વીએમસી દ્વારા લોકો માટે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે.  વીએમસી દ્વારા જે ઇ-વેસ્ટ કલેક્શન શરૂ કરવામાં આવ્યું છે તે ગઇકાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લો મુકવામાં આવેલા ઇ-નગર પ્રોજેક્ટ્સ અને મહાત્મા ગાંધી સ્વચ્છતાં અભિયાન અંતર્ગત છે.
વ્યક્તિ જયારે એના ભૂતકાળ વિશે વાતો કરતો હોય, ત્યારે સમજવું કે એ એના વર્તમાનથી ખુશ નથી. પણ જયારે વર્તમાન સારું હોવા છતાં કોઈ વ્યક્તિ સાથે એ ખુશ ન રહીને ભૂતકાળની વાતો વાગોળે તો સમજવું કે એ વર્તમાનમાં મળતા પ્રેમ કરતા ભૂતકાળમાં મળેલા દુઃખને વધારે મહત્વનું ગણે છે. 

Thursday 27 February 2014

Nilesh

Nilesh Blog

અચૂક વાંચજો :

ગામડામાં રહેતો એક ગોવાળ ઢોર ચારવા માટે સીમમાં ગયો. પરત આવતી વખતે રસ્તામાંથી એને એક નાનો ચળકતો પથ્થર જોયો . પથ્થર ખુબ સરસ દેખાતો હતો એટલે એણે એ પથ્થર પોતાની સાથે લીધો. ઘરે આવીને એની પત્નિને બતાવ્યો. પત્નિ તો પથ્થર જોઇને ખુશ થઇ ગઇ. ઘરે કોઇ મહેમાન આવે તો એને આ પથ્થર બતાવે.

એક દિવસ ઘરે આવેલા મહેમાને આ ચળકતો પથ્થર જોઇને કહ્યુ , " આ પથ્થર મને પણ ખુબ ગમે છે મને આપો તો હું તમને એના 1000 રૂપિયા આપું." ગોવાળે રાજી થઇને પથ્થર આપી દીધો અને ભગવાનનો આભાર માનવા લાગ્યો કે તેં મને આવો સરસ પથ્થર આપ્યો જેના 1000 રૂપિયા ઉપજ્યા.

ગોવાળના આ મિત્રએ પથ્થર એક વેપારીને બતાવ્યો. વેપારી થોડો જાણકાર હતો આથી એણે આ પથ્થર 10000 માં માંગ્યો. પેલા માણસે કોઇ વિચાર કર્યા વગર આપી જ દીધો. અને એ પણ ભગવાનનો આભાર માનવા લાગ્યો કે તમારા પ્રતાપે મને 9000 રૂપિયાનો નફો થયો.

વેપારીને ખબર હતી કે આ કોઇ સામાન્ય પથ્થર નથી આ કીંમતી હીરો છે એટલે એ ઝવેરી પાસે ગયો અને આ હીરો બતાવીને એની કીંમત પુછી. ઝવેરીએ એક લાખ રૂપિયા આપવાની તૈયારી બતાવી એટલે એણે એ હીરો ઝવેરીને વેંચી દીધો.

ઝવેરી આ હીરો લઇને ખુબ મોટા શહેરમાં હીરાના વેપારી પાસે ગયો ત્યારે હીરાના વેપારીએ એની કીંમત એક કરોડ આપી. હીરાના આ વેપારી એ સોદો કર્યા પછી વર્ષોના અનુભવી પોતાના ગુરુને હીરો બતાવીને કહ્યુ કે, " મે આ હીરો એક કરોડમાં લીધો છે. શું મે વધુ મૂલ્ય તો નથી ચુકવી દીધુ ને ? "

ગુરુએ કહ્યુ , " અરે બેટા, આ હીરો તો તે સાવ મફતમાં પડાવી લીધો છે. આ તો અમૂલ્ય છે. "

મિત્રો , ભગવાને આપણને આપેલું આ મનુષ્યનું શરીર પણ હીરા જેવું અણમોલ છે. હીરાનું મૂલ્ય કોઇએ 1000 મેળવીને જ મન મનાવી લીધુ તો કોઇએ એની કીંમત કરોડ મેળવી. આ શરીર પાસેથી પણ આપ ધારો એવું મૂલ્ય મેળવી શકો છો. આપ સામાન્ય માણસ બનીને જ બેસી રહેવા માંગો છો કે અસામાન્ય માનવી બનવાના પંથે આગળ વધવું છે એ આપના હાથમાં જ છે.